ભજન કે ભોગ થાય છે એકાંતમાં.
ભૂલ પોતાની સમજાય છે એકાંતમાં.
સમાજમાં તો સૌ સજ્જન હોવાના,
અસલિયત સૌની પરખાય છે એકાંતમાં .
ભીડમાં એકાંત અધિકારી જીવને,
બાકી બધા તો ભરખાય છે એકાંતમાં.
જો સુધરે એકાંત તો ધન્ય જીવન,
ચિંતનને મનન થઈ જાય છે એકાંતમાં.
ટોળામાં ઇશ્વરનું હોવું અશક્ય છે,
ઝાંખી ઇશની અનુભવાય છે એકાંતમાં.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '