અરે આ પ્રેમ એટલે શું ?
મારું ને તારું મળવું કે પછી તારા વિરહમાં મારા હૃદયનું રડવું ?
પ્રેમ એટલે તારું હસતું મુખ જોઈ હસવું કે તારા વિરહમાં વ્યાકુળ બનવું ?
પ્રેમ એટલે તારા આવવાનો ઉન્માદ કે પછી તું આવતી નથી એનો ઉચાટ ?
પ્રેમ એટલે સવારમાં ઉઠીને તને બાજુમાં અનુભવવી કે તું નથી એની અનુકંપા સહેવી?
પ્રેમ એટલે તું ને હું વિલીન કે પછી વિલીન થઈને ય વેગડું રહેવું ?
પ્રેમ એટલે તારી હાજરીથી ઋતુનું ખીલવું કે તું નથી એ વાતે પાનખરમાં ઝુરવું ?
પ્રેમ એટલે તારી હાજરી માત્રથી આ હૃદયનું ખીલવું કે તું નથી એ એહસાસે આ મનનું મરવું ?
પ્રેમ એટલે બીજું કંઈ નહીં તું અને હું , હું અને તું , બીજું વધારે કઈ નહિ બસ આપણે !!!
- અજ્ઞાત