Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્વાર્થ લગી સ્નેહ કરવાની છે રસમ દુનિયાની.
ગરજ સરતાં તરત ભૂલવાની છે રસમ દુનિયાની.

કામ પડતાં આવે નજીક હેતભાવ દેખાડે કેવા !
પછી ક્યાં કદી યાદ કરવાની છે રસમ દુનિયાની.

હોય મૂર્ખ પણ જ્ઞાનીમાં ખપાવે સત્તાધારીને સૌ,
માત્ર વિદ્વાનને પાગલ ગણવાની છે રસમ દુનિયાની.

ન્યાય તોળાતો પૈસાના જોરે કાયદોય વેંચાતો,
નાણા વિનાનાને ધક્કા મારવાની છે રસમ દુનિયાની.

સાચો ગણાતો ખોટોને ખોટાને સાચો ખપાવાતો,
ન હો મોત તો ઇશથી ન ડરવાની છે રસમ દુનિયાની.

ચૈતન્ય જોષી પોરબંદર. 'દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111147868
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now