English Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરેક ખુશી છે અહિ લોકો પાસે,
પણ હસવા માટે સમય નથી,
દિવસ-રાત દોડતી આ દુનિયામા,
જિંદગી માટે પણ સમય નથી,

મા ના હાલરડાં નો અહેસાસ છે,
પણ મા ની મમતા માટે સમય નથી,
બધા સંબંધો તો મરી ગયા જાણે,
પણ તેમને દફનાવવાનો સમય નથી,

બધા નામ મોબઈલ મા છે,
પણ મિત્રતા માટે સમય નથી,
પારકાઓની શું વાત કરવી,
પોતાના માટે પણ સમય નથી,

આંખો મા છે ઊંઘ ઘણી,
પણ સુવા માટે સમય નથી
દિલ છે ગમો થી ભરેલું પણ
રોવા માટે સમય નથી

પૈસા ની દોડ મા એવા દોડ્યા,
કે થાકવા નો પણ સમય નથી
પારકા અહેસાનોની શુ કદર કરીએ,
જ્યાં પોતાના સપના ની જ કદર નથી

તુ જ કહે મને એ,
શુ થશે આ જિંદગીનુ
દરેક પળે મરવા વાળા ને
જીવવા માટે પણ સમય નથી.....

જીવનની કોઇએ મને
ટુંકી વ્યાખ્યા પુછી કે
જીવન શું છે વળી ?

મેં કહ્યું બસ બધાને
ખુશ રાખીને જે પોતે

- અજ્ઞાત
જીવી જાય એ જ જીવન.

English Shayri by બાબા સત્સંગી : 111147637
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now