એક નેતાનું અવસાન થયું. ચિત્રગુપ્તે ચોપડામાં જોઈ એને કહ્યું, તારે એક દિવસ માટે તો નરકમાં જવું જ પડશે, પછી તું જયાં કહીશ ત્યાં મોકલીશું.
નેતા તો બિચારા ગભરાતા ગભરાતા ગયા,
પણ આશ્ચર્ય !
નરક તો ફાઈવ સ્ટાર હોટલને ય આંટે એવું હતું , બધી સગવડ, એક દૂત બધાની સેવા કરતો હતો. નેતાએ તો આખો દિવસ મોજથી પસાર કર્યો.
બીજે દિવસે ચિત્રગુપ્ત પાસે ફરી હાજર કરાયા.
" બોલ, હવે, કયાં જવું છે, નરકમાં કે સ્વર્ગમાં ? "
" નરક તો મસ્ત છે!"
" હા, સ્વર્ગમાં તમારે ભક્તિ જ કર્યા કરવાની ને ભગવાન સાથે રહેવાનું"
નેતા ઉવાચ," મને તો નરક જ ફાવશે."
ચિત્રગુપ્તે એ પ્રમાણે કાગળિયા કરી ભાઈને ફરી નરકમાં મોકલી આપ્યા.
નેતા એ આંખ ખોલી તો સલફ્યુરિક ઍસિડના વાતાવરણમાં લોકોની ચીસાચીસને ભયંકર વાસ વચ્ચે પોતે હતા.
ગઇકાલ વાળો જ દૂત એમને મૂકી ચાલતો થતો હતો. નેતા ચિત્કારી ઊઠ્યા, "અરે આ નરક છે? ગઈકાલે તો અહીં કેટલું સરસ હતું બધું, કયાં ગયું?"
"ગઈકાલ તો અમારો પ્રચારનો દિવસ હતો, તે હવે આજે વૉટ આપી દીધો! આજે હવે વૉટ આપ્યા પછીનું કાયમનું વાતાવરણ છે."