આદર્શો ના ભાર થી નમી જવાય છે,
આ જિંદગી આમ જ જીવી જવાય છે,
સતત વહેતા રહેવા ની લ્હાય ને લ્હાય માં,
એષણાઓ ની નદી રણ માં ફંટાઈ જાય છે..
પ્રકાશપર્વ ની રાહ જોતા રહીયે ત્યાં,
"અંધારિયા" નું આગમન થાય છે,
આશાઓ ની મીણબત્તી જલાવતાં જ કેમ,
"વિઘ્નો " નો "વંટોળ" તેને ફૂંકી જાય છે..
અંતરમન ના પ્રકાશકુંજ ને ચેતાવ તું,
આગિયાઓ થી કઈ થોડી રોશની થાય છે?
"હામ" ને વિસામો ના આપ તું "અદ્વૈત"
"વિસામા" થી જ તો વધુ થાકી જવાય છે..
#અદ્વૈત #