પૂર્ણિમાએ અમી વરસાવે ચાંદ તું!
શીળાં કિરણોને પ્રસરાવે ચાંદ તું!
વસી અંબરે અવનીને ઉજાળતો,
આભેથી મુખડું મલકાવે ચાંદ તું!
તારા આગમનને સૌકોઈ વધાવે,
જળરાશિ કેવી ઊભરાવે ચાંદ તું!
વધઘટ તારી કળામાં થતી રહેતી,
ક્રમ જીવનનો સમજાવે ચાંદ તું!
લૈ તેજ ઉછીનું તોય તું પ્રકાશતો,
સૂર સંગાથે કદી ના ફાવે ચાંદ તું!
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '