સર્જનહાર તારી આ સૃષ્ટિમાં તેં સમતા ક્યાં સંતાડી છે ?
માનવ માં માનવ પ્રત્યે પ્રેમ કરતા વેર કેમ ભારી છે ? સર્જનહાર તારી આ સૃષ્ટિમાં તેં સમતા ક્યાં સંતાડી છે ?
ચકલી ને બોલાવી ચણ નાખતો,
ચકલી ને બોલાવી ચણ નાખતો
અને માણસ માંગે તો કેહતો એ ભિખારી છે
સર્જનહાર તારી આ સૃષ્ટિમાં તેં સમતા ક્યાં સંતાડી છે ?
જ્ઞાનનું દાન તો સર્વોપરી તું જાણે છે
જ્ઞાન નું દાન તો સર્વોપરી તું જાણે છે
તો પછી આ સ્કૂલ ટ્યુશન નો ચાર્જ કેમ આટલો ભારે છે ?
સર્જનહાર તારી આ સૃષ્ટિ માં તેં સમતા ક્યાં સંતાડી છે ?
માનવમાં માનવ પ્રત્યે પ્રેમ કરતા વેર કેમ ભારી છે ?
~રૂપલ સોલંકી.