હાથ આપી માનવને હદ કરી હરિ તેં.
અધિકાર કર્મનો એ ખરાખરી હરિ તેં.
ધારે તે મનુજ કરી શકે ભાવિ હાથમાં,
રેખાઓ હથેળીમાં ખોટી ભરી હરિ તેં.
ગગન ગ્રહો શું કરે જ્યાં મજબૂત હાથ,
સફળતા પુરુષાર્થને જતી વરી હરિ તેં.
ભાગ્યવિધાતા ખુદ પોતે જ પોતાનોને,
મહેનતે કસોટી જાય પછી ડરી હરિ તેં.
ધારે તે કરી શકે કાળા માથાનો માનવી,
પ્રયત્નબળે સફળતા હો ફરીફરી હરિ તેં.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '