હરિના શરણની મારે અભિલાષા.
હરિના વિયોગે ગણું હું તો વાસા.
હરિ ઝાલે હાથ મારો ગ્રહીને બાંય,
શરણાગતના એ રક્ષક કહેવાય.
હરિના હેતની મારે એક જ આશા,
હરિના શરણની મારે અભિલાષા.
જન્મોજન્મથી હું ભવરણે ભટકું,
કૃપાદ્રષ્ટિ એની કે ક્યાંયે ન અટકું,
હરિના સથવારે ના આવે નિરાશા,
હરિના શરણની મારે અભિલાષા
અંતરયામી હરિ હું શું કહું તમને?
અનપાયિની ભક્તિ દેજો અમને,
આશરો તમારો ગયા દિન ખાસ્સા,
હરિના શરણની મારે અભિલાષા.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '