राधा क्यूं गोरी ...
मै क्यूं काला ???
અવાર નવાર ઉપરોક્ત પ્રશ્ન મારા મન મસ્તિક માં ઘૂમરાયા કરતો અને થતું કે હુંય મારી "માતા" ને પૂછી જ નાખું કે,
राधा क्यूं....
..................काला ???
પણ આ નો જવાબ તો મારા લગ્ન ટાણે જ મને મળી ચૂક્યો હતો જ્યારે માંડવા માં મારા વિરોધ પક્ષે સામે બેઠેલી એ લગ્નગીતો ગાતી યુવતીઓ ના શબ્દ મારા કાને પડ્યા...
"તારી મા એ જાંબુ ખાધા
એટલે તું કાળો મેંશ "
કંઈ વાંધો નહીં હાલ અમે
Mr.અને Mrs.બ્લેક એન્ડ વ્હાઈટ સાથે જ છીએ અને કહીશ કે...
"તુ ડાહ્યી શરમાળ શાંત રાધા
અને
હું ગામ આખે હળી કરતો કાન્હો"