વગર પાંખે સદાય ઉડનાર કવિ.
આભથી ઉપર પહોંચનાર કવિ.
કલમ તારી તલવારથીય ભારી,
સત્ય સન્મુખ તું કહેનાર કવિ.
કલ્પના તારી અજબ ગજબની,
કૃપા મા શારદાની પામનાર કવિ.
કલમથી સજાવે તું સપ્તરંગોને,
ગેયતા ભરીને વળી ગાનાર કવિ.
સત્ય સદા સર્વને કહીને જંપતો,
ના કોઈથી કદીએ ડરનાર કવિ.
સર્જન તારું પ્રેરણા પરમેશની,
સમાજદર્શનને કરાવનાર કવિ.
ચૈતન્ય જોષી પોરબંદર.