એમ ન બોલો કે તમે અમને ગમતા નથી,
તમને હું ચાહી શકું.. એટલી મારી ક્ષમતા નથી.
જિંદગીમાં આટલું હાર્યા પછી,
જીતવા માટે કદી રમતા નથી
ભીડમાં એકાંત વહાલુ લાગતુ,
બસ.. હવે કોઈની મમતા નથી
એક ઝંઝાવાતમાં તૂટી ગયા,
લાગણીના ઘર હવા ખમતા નથી
આંસુમાં પણ એવી તાકાત છે,
હા નદીની માફક એ ધમધમતા નથી