એડજેસ્ટ મેન્ટ એટલે શું ?
એડજેસ્ટ મેન્ટ ઉપર નો મારો એક અનુભવ તમારી સાથે શેર કરવા ઈચ્છુ છું. આ વાંચીને મને જવાબ આપવા વિનંતી છે
એક વખત મને અમુક લોકો સાથે મળીને મને એડજેસ્ટ મેન્ટ ઉપર ભાષણ દેવા લાગ્યા કે એક આદર્શ વહું કોને કહેવાય કે જે મુંગા મોઢે બધું સહન કરી લે તે! એના પછી મને એક ભાભી નું ઉદાહરણ આપવામાં આવ્યું કે એ ભાભી તો એટલા સારા છે કે એના સાસુ એના ઉપર હાથ ઉપાડતા તો પણ ચૂપચાપ છેલ્લા ૩૦ વર્ષ થી સહન કરે છે . આમ છાતી ચોડી કરી ને વટ થી બોલીયા મને એની ઉપર એટલો ગુસ્સો આવતો હતો કે સાલા! અભિમાન શેનું લે છે તારે તો શરમ આવી જોઈ તમારી માં ની આવી હરકતો ઉપર વળી બીજી તરફ એ ભાભી ઉપર પણ ગુસ્સો આવતો હતો જે આદર્શ વહું ના ચક્કર માં ખોટી વાતો સહન કરતા હતા.આવા મૂર્ખ લોકો ને કોન સમજાવે કે એડજેસ્ટ મેન્ટ કોને કહેવાય!
મારા વિચાર પ્રમાણે એડજેસ્ટ મેન્ટ એટલે કે અડધો કલાક કે પછી કલાક નો સફર હોય અને ત્રણ જણ ની સીટ ઉપર ચાર જણ બેસે એને કહેવાય એડજેસ્ટ મેન્ટ! પણ બે-ત્રણ દિવસ નો સફર હોય ને ત્રણ જણ ની સીટ ઉપર ચાર બેસે તો આવું એડજેસ્ટ મેન્ટ કોઈ ના કરે કેમ કે ખબર છે કે આનાથી બધા ને તકલીફ જ થવાની છે.
આમાં મજાની વાત તો એ છે કે એની દિકરીઓ સાથે જો આ ઘટના બને તો ચોખ્ખું કઈ દેશે કે તને ત્યાં રહેવા ની કોઈ જરૂર નથી, આવી માર ખાવા માટે અમે તને અહીં નથી મોકલી.