Gujarati Quote in Story by Baalak lakhani

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

❤️મજબૂર પ્રેમ ❤️

     આજે છોકરી ની સગાઈ છે, છોકરી નું ઘર ફૂલો થી શણગારેલુ છે ચારે બાજુ ખુશી નો માહોલ સર્જાયો છે.

    છોકરો આ બાજુ બીજા શહેર માં બેભાન બની  રખડતો ફરતો છે બધી કસમો બધાં વાયદા આજે ખોટા સાબિત થયા છે,
બધો વાંક જાત પાત નો છે. અલગ જાતિ મા પેદા થવાની છે, અને બીજું બેરોજગારી, છોકરો બેરોજગાર અને મજબૂર કહી ને સમજાવાની કોશિશ કરે છે, પણ આ એક બહાનું માત્ર છે.

       આ તે છોકરો છે જેના માટે તેણે તેના બધા મિત્રો સાથે જગડો કરી લેતો હતો, આજે તેને બધું યાદ આવે છે. દરેક તે દિવસો સવાર માં તે સૂતો રહેતો અને તે આવી જતી હતી નાના બાળક ના હસી લઈ ને નરક જેવા ઘર ને સ્વર્ગ બનાવી દેતી હતી.

"તારો એક પણ સામાન સરખી જગ્યા પર નથી હોતો"

"નહીં યાર અહીં ટાઇમ જ નથી મળતો"

“કપડા બધાં ગમે ત્યાં હોય છે, વાસણ ક્યાર ના ધોયા નથી? "

" અરે બધું હમણાં થઈ જશે તું બેસ હું દૂધ લઈ આવું છું "

     છોકરો દુધ અને ડેરી મિલ્ક લઈ આવે છે અને આ બાજુ
કપડા બધાં ગોઠવાઈ ને કબાટ માં મુકાઈ ગયા હતા અને પેલી વાસણ ઘસતી હોય છે. અરે પાગલ છો કે તું? ચાલ બેસ તું આ ચોકલેટ ખા હું ચા બનાવું છું.

" તને ખબર છે ને ડેરી મિલ્ક મારી ફેવરિટ છે"

“નહીં તો આતો મારા માટે લાવીયો છું"

“લે તો ઠુંસ ઊં"

“હા હા હા લવ યૂ"

“(છોકરા નું પર્સ ફાંફોસ્તા) સંભાળ થોડા રૂપિયા જોતા છે "
“કેટલા"

"તારી પાસે તો આ ૧૬૦ rs છે? મને તો ૨૦૦૦ rs જોતા છે"

"ઠીક છે બે દિવસ પછી થઈ જશે "

“ઠીક છે લવ યૂ ટુ"

વાતો મા કલાકો વિતી જાય છે
" ઓય ૨ વાગી ગયા કૉલેજ ની છુટ્ટી થવાનો ટાઈમ થઈ ગયો"

“ના જાને બાબુ"

“ચાલ ભાગ "

" હા હા હા "

“જમી લેજે બાય"


છોકરો તેને રીક્ષા માં બેસાડી ઘર બાજુ વળે છે અને વળતી વખતે કરીયાણા ની દુકાન પરથી મેંગી ખરીદવા જતો છે અને પાકીટ કાઢે છે તેની અંખો ના ખૂણા ભીનાશ પકડી જાય છે ૫૦૦ ની બે નોટ પડી હતી, તે જાણતી હતી કે છોકરા ની પાસે રૂપિયા નથી.
પરંતુ તે સમય વીત્યો જમાનો થઈ ગયો છે, તે સ્વર્ગ જેવો ઓરડો, હવે તો શેરીઓ નાં રસ્તા પણ નરક જેવા લાગે છે.

આજે છોકરા ને બધું યાદ આવી રહીયું છે, કાંઈક ગણગણાવતો હોય છે.

"દરેકે મુલાકાત નો અંજામ જુદાઈ જ કેમ હોય છે"

❤️?બાળક

Gujarati Story by Baalak lakhani : 111134398
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now