એક વખત એક શિક્ષકની ખૂબ ખુશ થઈ જતો હોય છે. અચાનક તેની અપોઈન્ટમેંટની ઓર્ડર કૂવામાં પડી જાય છે. તે કૂવા પાસે નિરાશ થઈ બેસે છે, ત્યારેજ એક ચમત્કાર થાય છે. અને કૂવામાંથી એક દેવી પ્રગટ થાય છે.
દેવી : શું થયું વત્સ, કેમ ઉદાસ બેઠો છે?
શિક્ષક : હે દેવી મારી અપોઈન્ટમેંટ ની ઓર્ડર કૂવામાં પડી ગઈ છે. તેથી હું ઉદાસ છું.
દેવી કૂવામાંથી ચૂંટણી ની ઓર્ડર કાઢે છે.
શિક્ષક પ્રમાણિકતાથી કહે છે આ ઓર્ડર મારો નથી.
ત્યાર બાદ દેવી કૂવામાંથી બી.એલ.ઓ. ની ઓર્ડર કાઢે છે.
શિક્ષક ફરી પ્રમાણિકતાથી કહે છે કે આ ઓર્ડર મારો નથી.
દેવી ત્યાર પછી કૂવામાંથી જન ગણના ની ઓર્ડર કાઢે છે.
શિક્ષક કહે છે કે આ પણ મારો ઓર્ડર નથી.
અંતે દેવી તેની અપોઈન્ટમેન્ટ ઓર્ડર કાઢે છે.
શિક્ષક ખુશ થઈને કહે છે હે દેવી આજ મારો ઓર્ડર છે.
દેવી શિક્ષકની પ્રમાણિકતાથી ખુશ થઈ તેને બધાજ ઓર્ડર આપે છે.
તે દિવસ થી શિક્ષકો આ બધી કામગીરીઓ કરી રહ્યા છે.