પ્રણય ઘેલા અમે શાને દુર રહીએ
દુ:ખ પ્રેમ પંથે છતાં જીંદગી,
તારી સાથે જીવીએ.
મોત નો ખોફ ક્યાં છે, લબ્સ ને,
ચાલ મોત સાથે ઇશ્ક લડાઇએ.
પ્રેમબંધન ને મજબુત કરી,
ચાલ મુક્ત મને ઉડી લઈએ,
એકવાર સમણાં નો માળો બાંધી,
જીવી લઈએ.
લાગણી કેરા સંબંધ ને ચાલ ભીંજવીએ,
મોત આવે ભલે સંબંધ ની મિસાલ ને જીવંત, રાખીને,જીવી લઈએ.
જીવન ની નૈયા ભલે ડગે,
સંબંધો ની નૈયા સાચવી જાણીને,
એકવાર જીવી લઈએ.
યાદ ભલે પાછળ રહે,
મોકો છે આજ રંગ ભરવાનો,
ચાલ જીવી લઈએ,
વચનો થકી બંધાયા અમે ,
દિલ તને શીદ ને નિકાળી આપીએ,
વચનો ને હકીકત માં ફેરવીએ,
શૈમી ઓઝા લબ્સ