#moral story
સંતોષ ભરી લક્ષરી ની પ્રાપ્તિ..!
અનંત મહેતા આજે ઓફીસ માં બેઠા બેઠા વિચારે ચડયા હતા કે હું આ શું કરી રહ્યો છું....ખુદ ની ઊભી કરેલી મહેનત થી એક એક સ્ટેપ આગળ લઈ જઈ મારી કંપની ને આજે એ ટોચ પર પોહચાડી દીધી સાથે સાથે જિંદગી ને એક લક્ષરી સાથે જીવવા માંડ્યો છતાંય જાણે એ સંતોષ નથી... કારણ લક્ષરી બોલે તો ખાલી પોતાના personal monthly expense જોવા જઈએ તો 3 લાખ સુધી ખર્ચી નાખતા હતા સારા કપડાં,સારા શુજ,સારો બેલ્ટ,સારી વોચ બસ બધી બ્રાન્ડ ને maintain કરતા હતા ને છતાંય આજે જાણે આ બધીજ સારી વસ્તુઓ વાપરતા કે પેરતા કે સારા લાગતા હોવા છતાં એ અંદરનો સંતોષ ખોળતા હતા..!!!!...વિચારે વિચારે એમને ઘડી ઘડી થયા કરતું કે કદાચ જે ખોટો expense કરી નાખું એ કોઈ પણ રીતે હેલ્પ યા તો ચેરિટી મા કરું તો ...કારણ ઊંડા ઊંડા એજ વિચારો આવ્યા કરતા હતા કે ખાલી મારા બ્રાન્ડભર્યા expenses માં 30 લાખ સુધી આખા વરસમાં વેડફી નાખું છું હવે હવે થી એવું લાગ્યા કરે છે.... પેલા મોજશોખ ખાતર ગમતું હતું...!!!!અને એજ દિવસ થી એમને વિચારી લીધું કે હવે જરૂરત મંદ દરેક વ્યક્તિ ને શોધતો રહીશ કારણ પોતે ધાર્મિક પણ એટલા જ હોય છે અને એનું જ પરિણામ છેલ્લા દસ વરસ માં અનંત મહેતા એ કેટલાય લોકો ને સહાય કરી...કેટલાય ડોક્ટર ઈજનેર બનાવ્યા કેટલાય લોકો ને હોસ્પિટલ ના ખર્ચ માં સહાય કરી અને હા પોતાના કંપનીના એમ્પ્લોયરસ ને પણ એટલી જ હેલ્પ કરતા ને આજે એજ અનંત મહેતા સાદા સિમ્પલ કપડાં ...ના કોઈ લક્ષરી ને છતાંય જે સંતોષ એમને આટલા એસિ વાળી જિંદગીમાં નહોતો મળ્યો એમને એ આ દસ વરસ માં સાદી જિંદગીમાં મળી ગયો ને finally અનંત મહેતા ને એની જિંદગી મા સંતોષ ભરી લક્ષરી મળી ગઈ ને હા કમ્પની પણ જાપાન સુધી વિખ્યાત થઈ...ને કેટલાય જરૂરતમંદ વ્યક્તિઓને મદદ કરવાથી એમની ઈચ્છા પણ પુરી થઈ ને કેટલાના સ્વપ્ન પુરા કર્યા ને ઈશ્વર એ એમનો સંતોષ મેળવી દીધો ને આજે એક દૈવી પુરુષ બની ગયા.
Moral-:ક્યારેક બીજા ના સ્વપ્નો સાકાર કરવામાં આપડો સંતોષ રહેલો હોય છે....!
-Hina modha.