તું ચાહે તો હું ચાહું
તું બોલાવે તો હું આવું
તું જો જાગે તો હું જાગું
પ્રેમમાં ના હોય શરતો લાગૂ*
આઠ અક્ષરનો મંત્ર અનેરો
“આઈ લવ યુ” નો જાપ મધૂરો
છોડવો ના કદી એને અધૂરો
દિલ દીધું છે દિલ ના માગું
પ્રેમમાં ના હોય શરતો લાગૂ*
પ્રેમ કરો તો પ્રેમ કરો બસ
નશો ગુલાબી , મસ્ત ફરો બસ
પ્રેમ કરો તો નહીં ડરો બસ
આપે તો લઉં, પણ ના માગૂં
પ્રેમમાં ના હોય શરતો લાગૂ*
- અજ્ઞાત