#MoralStories
શિર્ષક : જીવનનો હકારાત્મક અભિગમ
મનનાં વિચારોને બે ભાગમાં વહેંચી શકાય.એક હકારાત્મક અને બીજા નકારાત્મક.હકારાત્મક અભિગમ અપનાવીને આપણે આ જીવન સફર માં કોઈક બીજાના જીવનને સજાવી શકીએ છીએ.
આવો જ હકારાત્મક વિચાર વડોદરા સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડો.જોષીને આવે છે .ડો.જોષી જ્યારે કામ કરી ઘરે આવતા હોય છે ત્યારે રસ્તામાં એક ઝૂંપડપટ્ટી વિસ્તાર આવેલો છે.દરરોજ તેઓ ત્યાં થી પસાર થતા હોય છે ત્યારે થોડી વાર પોતાની ગાડી ત્યાં રોકીને ત્યાં રહેતા લોકોના જીવનનુ નિરિક્ષણ કરે છે.થોડા દિવસ સુધી આ જ પ્રમાણે ચાલે છે.
એક દિવસ ડો.જોશી પોતાનું લેક્ચર પત્યા પછી થોડા વિદ્યાર્થીઓ ને ભેગા કરી પોતાનો વિચાર એમની સમક્ષ રજૂ કરે છે.....
' પ્રિય વિદ્યાર્થી મિત્રો ! હું તમારી સમક્ષ એક વાત કહેવા ચાહું છું...જો તમને ઠીક લાગે તો આ ગૃપ માં જોડાઈ શકો છો ... આપણે દરેક જણને એક સેવાયજ્ઞ કરવાનો છે...આશા રાખું છું કે તમે સૌ એમાં સાથ સહકાર આપશો... '
એક વિદ્યાર્થીએ ઉત્સુકતા પૂર્વક પૂછ્યું ' સર... પરંતુ અમારે કરવાનું શું રહેશે ? '
ડો.જોષીએ હવે વિગતવાર ચર્ચા કરી.... આપણે એક ગૃપ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોની થોડી સેવા કરીશું... આપણે દર રવિવારે સવારે બે કલાક માટે શહેરમાં જૂદા જૂદા વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટી માં જશું અને ત્યાં કેમ્પ કરીશું... ત્યાં આપણે દર્દી ની પ્રાથમિક તપાસ કરીને એમને દવા આપીશું... આપણે એમને વિવિધ પ્રકારના રોગો વિશે માહિતી આપીશું..
આ સાંભળી બધા વિદ્યાર્થીઓ એકીસાથે બોલી ઉઠ્યા...સર અમે તમને પૂર્ણ રીતે સહકાર આપીશું...
ડો.જોષીના હરખનો પાર નહીં રહ્યો.
એકસાથે ૨૦ વિદ્યાર્થીઓ આ ગૃપ માં જોડાઈ ગયા...
ડો.જોષીના માર્ગદર્શન હેઠળ તેઓ દરરોજ કોલેજ પત્યા પછી એક કલાક સુધી ભેગા મળીને કામ કરતા... સૌપ્રથમ તો જરૂર હતી દવાઓની....એ ક્યાં થી લાવવી ? એ માટે ડો.જોષીએ બબ્બે ના જૂથમાં વિદ્યાર્થીઓને વિભાજિત કરી દીધા...એમને શહેરમાં આવેલા અલગ-અલગ વિસ્તારોમાં પ્રાઈવેટ ક્લિનિક માં
ડોક્ટરોને મળવા માટે મોકલ્યા...એમને આ સેવાયજ્ઞ થી માહિતગાર કર્યા બાદ એમને પણ એમાં સામેલ થવા માટે પ્રયત્ન કર્યો....એ કેવી રીતે એમ તમને પ્રશ્ન થશે... પ્રાઈવેટ હોસ્પિટલ અને ક્લિનિક માં ડોક્ટરો પાસે ઘણી બધી સેમ્પલ ની દવાઓ હોય છે જે દવાની કંપની દ્વારા ફ્રીમાં અપાતી હોય છે..આ દવાઓ ઘણી વખત વપરાશ વગરની રહી જતી હોય છે...તો આ દવાઓ ડોકટર પાસે થી લઈને એક જગ્યાએ ભેગી કરવામાં આવી... આ પછી બીજા તબક્કામાં આ દવાઓ નું વર્ગીકરણ કરીને અલગ-અલગ બોક્સ બનાવવામાં આવ્યા...
આ બધું એક અઠવાડિયામાં પાર પાડ્યું... ત્યારબાદ અંતિમ તબક્કામાં રવિવારે સવારે બે કલાક માટે ડોક્ટરની ટીમ દ્વારા મફત કેમ્પ યોજાયો જેમાં દર્દીને તપાસીને પ્રાથમિક સારવાર કરવામાં આવી અને દવાઓ આપવામાં આવી... છેલ્લી પંદર મિનિટ બધા લોકોને ભેગા કરીને વિવિધ પ્રકારના રોગો વિશે માહિતી આપવામાં આવી અને શરીર ની સ્વચ્છતા વિશે સમજાવ્યું....
આમ ને આમ કેટલાય મહિનાઓ નીકળી ગયા... ધીમે ધીમે આ સેવા યજ્ઞમાં ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાની સ્વેચ્છાએ જોડાયા... ડો.જોષીને આત્મ સંતોષ ની અનુભૂતિ થઈ...
મોરલ : જીવન માં હકારાત્મક અભિગમ અપનાવી પોતાના અને બીજાના જીવનને નવી રાહ ચીંધી શકાય છે.
(સત્ય ઘટના પર આધારિત)
ડો.સેજલ દેસાઈ
સુરત