"ફરી બાળક બની જઈએ"
કલ્પનાની સૃષ્ટિમાં રાચતા થઇ જઈએ
રાજા રાણીની એ વાર્તા કરતા થઇ જઈએ
મન ચાહે ફરી બાળક બની જઈએ
નાની નાની વાતોમાં લડતા થઇ જઈએ
ઝગડો ભૂલી ચાલો માફ કરતા થઇ જઈએ
મન ચાહે ફરી બાળક બની જઈએ
ઝાડ પર લટકેલો ટાયરનો હીંચકો ખાતા થઇ જઈએ
આમલી પીપળીની એ રમત ફરી રમતા થઇ જઈએ
મન ચાહે ફરી બાળક બની જઈએ
બેલ સાંભળી નિશાળનો ચાલતા થઇ જઈએ
રીશેષમાં બરફ અને કોઠા ખાતા થઇ જઈએ
મન ચાહે ફરી બાળક બની જઈએ પપ્પાના સ્કૂટર પાછળ બેસી ફરતા થઇ જઈએ
મમ્મીના હાથથી કોળિયો જમતા થઇ જઈએ
મન ચાહે ફરી બાળક બની જઈએ
દાદાના ચશ્મા પહેરી નકલ કરતા થઇ જઈએ
દાદીના લાડથી પપ્પાના મારથી બચતા થઇ જઈએ
મન ચાહે ફરી બાળક બની જઈએ
બહેનની ચોટલી ખેંચી હેરાન કરતા થઇ જઈએ ભાઈ સાથે શેરીમાં ફરી વટ પાડતા થઇ જઈએ
મન ચાહે ફરી બાળક બની જઈએ જવાબદારી શું છે એ ભૂલતા થઇ જઈએ
ચાલો આ ગૂંગળામણમાંથી છુટા થઇ જઈએ
મન ચાહે ફરી બાળક બની જઈએ
-પલ્લવી ગોહિલ 'પલ'