Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હર્ષની હેલી હૈયે આવી રામચરન રતિ થતાં,
હર્ષની હેલી હૈયે આવી રઘુનંદનને સ્મરતાં.

નયનઅશ્રુ ઊભરાયાં વિયોગે પામવા કાજે,
હર્ષની હેલી હૈયે આવી ઉરે પ્રીતમ વસતાં.

કૃપાદ્રષ્ટિ કરુણાનિધાનની સદવિચારે રહેવું,
હર્ષની હેલી હૈયે આવી કૃપા એની પરખતાં

અંગઉપાંગો થયાં રામાનુરાગી અવર ના હો,
હર્ષની હેલી હૈયે આવી પુલકિત ગાત્રોને જોતાં.

પરમકૃપાળુ પ્રકાશનિધિ પુણ્યપુંજ પરોપકારી,
હર્ષની હેલી હૈયે આવી અનુસંધાન જ્યાં સધાતાં.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111126190
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now