English Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું
તારી વાતો
તારી જીદ
તારો પ્રેમ
તારું વ્હાલ
તારાં લાડ
બધું
ગયું હાથમાંથી
ખાલી
યાદ બચી.

કેટલી વાતો
અણકહી છે,
પણ તું
આવે તો
કહું ને ?

બહું થયાં
વાયદા
બહું થયાં હવે
બહાના

સાથે હતી
ત્યારે
કદર ના કરી
અને હવે
એક નાનકડી મુલાકાત માટે
ઉત્પાત છે....!
મળીશું કે કેમ
એની...
કોઈ શક્યતાય નથી.

વિરહમાં કલમ
જાણે
બુઠ્ઠી
થઈ ગઈ ...
આમ તો સારું
થયું...
ધારદાર રહી
હોત તો...!!!

હૃદયના ખાલીપનો
સંભળાય છે
બસ
એક-બે
ધબકાર...

રાતો બસ
તારાઓ ગણીને
જ કાઢવાની....

તારો
શોખીન
હતો...

લત લાગી હતી
આપણાં ગીત સાંભળવાની

આજે
જાણે આપણાં માટે જ લખાયા હોય એવાં ગીત
ક્યાંક સંભળાઈ જાય તો વસમું લાગે છે
તારા નામથી
આપણાં માટે જ લખાયા ગીત સાંભળવાની
હિંમત હવે તો નથી

અનીલ ભાવસાર 'યોદ્ધા'

English Shayri by બાબા સત્સંગી : 111125182
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now