અજાણ્યા રસ્તા પર મળ્યા
પણ આ મુસાફરી ની મજા છે
મિલન બાકી છે આપણું
આ તડપ ની સજા મા પણ મજા છે
ભલે વાતો નથી કરતા આપણે
પણ એક ઇશારા ની મજા છે
ભલે રૂઠિયે એકબીજાથી આપણે
પણ એકબીજા ને મનાવવાની મજા છે
આવે છે કોઈકવાર આંખોમાં આંસુ
તેમાં પણ રડવાની મજા છે
છે જીવન મા અમુક તકલીફો
પણ તેને સફળ કરવાની મજા છે
બોલીને તને કહુ એના કરતા
લખીને કહેવાની પણ મજા છે
લોકો ને મરવું નથી ગમતું
તારા માટે તો મરવાની પણ મજા છે