નાજુક દિલને ના-ઝૂક માનસથી સહેવાનું કેટલું?
પુષ્પને પથ્થરની સામે આખરે ઝઝૂમવાનું કેટલું?
નથી સમજી શકતું મગજ ઉરને ક્યારેય કદીએ,
ગણતરીની દુનિયામાં હૈયાંને અરે ટકવાનું કેટલું?
છે ઉરમાં સ્પંદનો, ઝંકારને લાગણી તણો ભંડાર,
નફા નુકશાનના હિસાબમાં એને બળવાનું કેટલું?
ખુદ પરમેશને પરાધીન બનાવનારું એ દિલ છે,
તોય મનની મલિનતામાં હશે એને રહેવાનું કેટલું?
અંતર છે બંને ધ્રુવો જેટલું મન અને માહ્યલામાં,
તાલમેલના ધોરણે ઉરને વખતે ભૂલવાનું કેટલું?
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '