મને, કોઈ
કયારનું
લકકડખોદની જેમ
પૂછયા કરે છે
ખણ્યા અને ખોતયાૅ કરે છે
એનો પ્રશ્ર્ન એક જ છે
કે તારી પ્રેરણા કોણ....?
હું ?
કદાચ એવો જવાબ આપી બેસું
કે આ પળ?
કે આ કોઈ સ્થળ?
મારી પ્રેરણા છે.
અને ભ્રમણા નીકળી તો?
મારી પ્રેરણા કોણ?
બસ એક તું ...તું....ને...તુજ
સોનલ.