વાંઢો વાંઢો કહે બધા
વાંઢો મેણા સહે બધા
જીવ છે એનામાં પણ
કાચો કુવારો કહે બધા
ડાહ્યા ડમરાના ડોળ કરે
ઠેકાણે પાડવા મથે બધા
શરૂના નખરા ભારે પડ્યા
હવે નથી બતાવતા બધા
વાંઢાના અરમાન છે મોટા
પત્ની હો'તો સાચવે બધા
તૂટી છે કિસ્મત, ન મળી,
હાથતાળી દઈ હસે બધા
વાંઢોનો પણ વારો આવશે
પત્ની સાથે જોઈશે બધા.
- તેજસ વસાણી
જામનગર.