Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જાણે કે વડિલ થઈને શોભતો વડલો ગામનો.
વડવાયુ એ અવનીને કેવી ધરતો વડલો ગામનો.

અનુભવ વર્ષોનો રખેને બેઠો સંઘરી થડ સમીપે,
શીતળ છાયા ઉનાળામાં બક્ષતો વડલો ગામનો.

ગામના ચોકીદાર સમો એ પાદરે આસન જમાવે,
સાંજે વાતો બુઝર્ગોની સાંભળતો વડલો ગામનો.

કૈંક પ્રહારો ૠતુતણા સહીને અડીખમ જે ઊભો,
ગાથા નિજ અનુભવની જે કહેતો વડલો ગામનો.

આશ્રયસ્થાન છે પશુપક્ષીનું કુમારો સાથે રમતો,
વરસતા મેઘે છત્ર કેવું જે અર્પતો વડલો ગામનો.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111122385
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now