શું આપ જાણો છો ? કે ફેસબુકમાં આવતાં અલગ અલગ નામોથી બનેલાં ગ્રૃપોમાં માં જોઈન થવાંથી આપની પ્રાઈવેસી સિક્યોર નથી રહેતી .અને જો એમાં પણ આપ સ્રી હોવ તો ક્યારે પણ ફેસબુકમાં કોઈ પણ ગ્રૃપમાં જોઈન થવાનું ટાળવું જોઈએ ,કારણ કે ગ્રૃપમાં તમને કોઈ પણ અને ગમે તેવાં તત્વો બહું જ આસાનીથી ફોલો કરી શકે છે તેમજ તમારી પ્રોફાઈલ ઓપન કરી મેસેન્જર ધ્વારા આપનાં સુધી આસાનીથી પહોંચી શકે છે.ઘણીવાર જેવા તેવાં તત્વો મેસેન્જર ધ્વારા આપ સુધી પહોંચી મિત્રતા કેળવવાંની કોષીષ કરે છે ,ઘણીવાર આપણે ખોટાં આઈ ડી ને ફોન નંબર અને વોટ્સ એપ નંબર આપી દેવાની ભુલ કરી બેસતાં હોઈએ છીએ અને શાંત જીવનને ઝંઝાવાતોમાં હોમી બેસીએ છીએ જસ્ટ ટાઈમ પાસ કે ફન ખાતર ઘણી જીંદગીઓ આવાં ચક્કરોમાં ફના થતાં આપણે અવાર નવાર જોઈએ અને સાંભળીએ છીએ ગમે તેમ તોય આપણું મન એ ચંચળ જ હોય છે ફેક આઈ ડી ઉપર મુકેલાં રૂપાળાં ચહેરા ઘણીવાર કુતુહલતા અને ખેંચાણ કરી જ જાય છે સાહેબ એ વાત તમે હ્દય પર હાથ મુકી પુછી જુઓ ,અજાણ્યા આઈ ડી પરથી આવતાં હાય હેલો તમને ધીરે ધીરે ક્યારે બદી તરફ ખેંચી લઈ જાય છે તે આપણને ખબર જ નથી રહેતી અને અંતે ન બનવાંનું બની જાય છે જીવન ઝંઝાળ બનતાં વાર નથી લાગતી જો તમે સાચા અર્થમાં ફેસબુકનો ઉપયોગ કરવાં માંગતા હોવ તો આટલી કાળજી અવશ્ય રાખો
* કોઈ પણ ફેસબુક ગ્રૃપ જોઈન ન કરો
* જે પરીચીત છે એમને જ મિત્ર બનાવો
* મેસેન્જર પર આવતાં અજાણ્યાં મેસેજને પરમિશન ન આપો
* કોઈપણ અજાણી વ્યક્તિની ગમે તેવી સારી પોસ્ટ હોય તો પણ લાઈક અને કોમેન્ટ કરવાનું ખાસ ટાળો,(જો આપ એક સ્રી હોવ તો)
* કોઈ પણ વ્યક્તિને પોતાનો વોટ્સ એપ નંબર કે ફોન નંબર ક્યારે પણ આપવો નહી નહીતર મોટી મુશીબત માં મુકાઈ શકો છો
* માત્ર મજાક ખાતર કે જસ્ટ ટાઈમ પાસ માટે ક્યારે પણ દ્વિઅર્થી સંવાદ વાળી વાતો કે કોમેન્ટો ક્યારે પણ ન કરો કારણ કે સામે વાળી વ્યક્તિ ત્યારે જ તમારી સાથે દ્વિઅર્થી સંવાદ કરે છે કે એ તમને એક ચાલું વ્યક્તિ સમજે છે,અને તેને એવું કરવા દઈ આપણે એની માન્યતાને પુષ્ટી આપીએ છીએ,આગળ જતાં એ આપણી મર્યાદા ઓળંગતા વિચાર નથી કરતાં ,અને તે એનાં મિત્રોમાં આપણું ચિત્ર ચાલું આઈટમ તરીકે ચિતરે છે,એવી વાત કરવાં વાળાં ને તરત જ પ્રશ્ર્ન પુછો કે આપ મને શું સમજો છો અેને તુરંત બ્લોક કરો,.-ધર્મેન્દ્ર એસ.પંડ્યા- (જો આપને આ લખાણ સુંદર લાગે તો શેઅર કરો,)