Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પરિચય વ્યક્તિનો આપી જાય છે ભાષા.
શબ્દથી કદી અંતર ઉઘાડું થાય છે ભાષા.

હોય કૂવામાં એ જ હવાડામાં આવનારું,
શબ્દસહારે આગળ ઓળખાય છે ભાષા.

માહિતી વ્યવસાયની જીભ જ આપનારી,
જ્ઞાનીઓના મુખે વસી મલકાય છે ભાષા.

અભિવ્યક્તિ ભાવની કરે છે નિરુપણને,
પ્રગતિ કે પતનનાં મૂળમાં દેખાય છે ભાષા.

ક્યારેક પ્રેમની પરાકાષ્ઠાએ હાર થનારી,
પછી ચહેરે કે આંખથી વંચાય છે ભાષા.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111120671
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now