ઈર્ષાથી સળગે છે આખો,
કોઈ તો માણસને ઠારો.
શેકાયો ખુદની ગરમીથી,
સૂરજને વાદળ ઓઢાડો.
કરવી છે સાચ્ચે સેવા તો,
ઘરડાઘરને તાળાં મારો.
❛ઝખમ સીતા ના તાજા જ રહી ગયા,
સૌ રાવણ ને જલાવતા જ રહી ગયા.
તોડવી'તી પ્રણાલિકા જૂની જેને ગઇકાલે,
ભળ્યા ટોળામાં તો,ભાન ભૂલી ને રહી ગયા.
✍️ જીગર પંડ્યા
સૌ. ટ્વિટર