Gujarati Quote in Romance by Hiren Vala

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

?મન ની વાત મન સુધી?
તું મારી સાથે નથી. તું મારી પાસે નથી. જરૂરી થોડું છે કે આપણે જેને ઝંખતા હોઈએ એ આપણી સાથે જ હોય! દરેક વખતે અવાજ આપીએ અને હોંકારો ન પણ મળે! એટલે શું મારે અવાજ આપવાનું બંધ કરી દેવાનું?ના, હું નથી છોડી શકતો. છોડવા ઇચ્છતો પણ નથી. કેવું છે નહીં, ભૂલવા માટે મહેનત કરવી પડે છે અને યાદ આપોઆપ આવી જાય છે! તને યાદ કરવા માટે કોઈ જ પ્રયાસ કરવા પડતા નથી એટલે મેં તને ભૂલવાના પ્રયાસ છોડી દીધા છે. તું યાદ આવે ત્યારે થોડોક હસી લઉં છું. ચહેરા પર થોડીક તાજગી આવી જાય છે. હાથની રેખાઓ જોઉં છું, એમાં તું ક્યાં હતી?

એક આખું આયખું આંખ સામેથી ધીમે ધીમે સરકતું રહે છે. આયુષ્યની રેખામાં વર્ષના આંકાઓ હોતા નથી. હાથની રેખા જિંદગીની લંબાઈ કદાચ બતાવી શકતી હશે,પણ ગહેરાઈ? એ તો દિલમાં જ વર્તાતી હોય છેને! આયુષ્યરેખાના કયા ટુકડામાં આપણે સાથે હતા? મારું ચાલે તો તેના ઉપર માર્કિંગ કરી લઉં. રેખાઓનો પડછાયો પડતો હોત તો બાકીની આયુષ્યરેખા પર તેનો પડછાયો પાડત! પડછાયો નથી પડતો! પડછાયો ન પડે તો કંઈ નહીં, પણ હું પડદો પાડતો નથી. જોતો રહું છું થોડુંક પાછું ફરીને. પેલા ગીતની પંક્તિ છેને,જો ચલા ગયા ઉસે ભૂલ જા! શા માટે ભૂલવાનું? જે સમય સોળે કળાએ જીવ્યા હોય એ શા માટે ભૂલી જવાનો?સારી વાતોનું સ્મરણ સજીવન રહેવું જોઈએ.

બધું જ બરાબર ચાલે છે. કોઈ જ કમી નથી. કોઈ રંજ નથી. કોઈ અફસોસ નથી. કોઈ ફરિયાદ નથી. અગાઉની જેમ જ દિવસ ઊગે છે. અજવાળું રોજેરોજ થોડું થોડું આછું થઈ જાય છે અને રાબેતા મુજબ જ રાત પડે છે. ફૂલ પણ દરરોજ ખીલે છે. પક્ષીઓના અવાજમાં એવી ને એવી મીઠાશ છે. આંગળીઓના નખ પણ વધતા રહે છે. વાળ પણ વધવાની એની ગતિ છોડતા નથી. ઉંમર પણ દરરોજ થોડી થોડી વધતી રહે છે. બધું એવું ને એવું તો છે! કંઈ બદલતું નથી તો પછી હું શા માટે બદલાઉં? હું પણ નથી બદલાયો. એવો જ છું. અગાઉ હતો એવો જ. જતી વખતે તેં કહ્યું હતું કે, દુ:ખી ન થતો. મેં કદાચ તને થોડુંક જુદું કહ્યું હતું. મેં કહેલું કે,સુખી થજે. મને ખબર મળતી રહે છે કે તું સુખી છે. સુખી થાઉં છું એ વાતથી. મારે પણ તને સુખી જ કરવી હતીને! તું સુખી હોય તો બીજું મને શું જોઈએ?

તું મારા વિચારોમાં છે. તું મારી પ્રાર્થનાઓમાં છે. તું મારા વર્તનમાં છે. તને જે નહોતું ગમતું એ હું આજે પણ નથી કરતો. હા, ક્યારેક એમ થાય છે કે તું ક્યાં જોવા આવવાની છે? જોકે, પછી એમ થાય છે કે ના તું જુએ છે. ભગવાનને કોઈએ જોયો નથી, છતાં બધા એવું કહે છે કે ભગવાન બધું જુએ છે. એને તો કોઈએ જોયો નથી, મેં તો તને જોઈ છે. માત્ર જોઈ નથી, મહેસૂસ કરી છે. હજુ પણ કરું છું. તું જ્યારે મળતી ત્યારે પૂછતી કે, મજામાં? હું કહેતો, એકદમ મજામાં! હવે તું પૂછતી નથી તો પણ કહેતો રહું છું કે એકદમ મજામાં છું,કંઈ ચિંતા ન કરતી! બસ તને યાદ કર્યા કરું છુ....

લિ. હિરેન વાળા

Gujarati Romance by Hiren Vala : 111119346
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now