હૈયું રહે ન પછી હાથ, સન્મુખ હોય દીનાનાથ.
હૈયું રહે ન પછી હાથ, હોય હરિવરનો સંગાથ.
સ્તુતિ, આરતી, કથા- કીર્તનને કીધા મંત્રજાપ,
હૈયું રહે ન પછી હાથ, રીઝે ચૌદબ્રહ્માંડનો નાથ.
દાનદક્ષિણા પરોપકારને કીધાં માનવતાનાં કામ,
હૈયું રહે ન પછી હાથ,હરડગલે હરિવરનો સાથ.
નયન વરસે અનરાધાર અવલોકીને અબ્ધિવાસી,
હૈયું રહે ન પછી હાથ,અંતરેથી અવિનાશીને પ્રાર્થ.
દોડી આવશે દયાનિધિ મિલનોત્સુક જ્યાં પ્રભુ,
હૈયું રહે ન પછી હાથ, જ્યાં હરિ સમાવે લૈ બાથ.
ચૈતન્ય જોષી પોરબંદર. 'દીપક '