પ્રેમ એટલે
મારા સૌ વિચારોમાં
તારું વસવું
પ્રેમ એટલે
તું મૌન હોય છતાં
તને સાંભળું
ભ્રમ તો નહીં
પણ નક્કર સત્ય
એટલે પ્રેમ
પ્રેમ એટલે
મુખમાંથી શબ્દો પહેલાં આંખમાંથી આંસુનું નીકળવું
પ્રેમ એટલે
દરેક શ્વાસે કોઈના પાસે હોવાનો એહસાસ
પ્રેમ એટલે
મારા માટે,
મારી સાથે
તારું લડવું
પ્રેમ એટલે
શૂન્યતામાં પણ કોઈના હોવાનો એહસાસ
પ્રેમ એટલે
તારી શેરીમાં
મારા પગોનું ધીમું ચાલવું
પ્રેમ એટલે
રાતે આંખો બંધ થતાં જ સ્વપ્નમાં તારું આવવું
પ્રેમ એટલે
કક્કો બારાખડીના કોઈ પણ combination થી પણ ના સમજાવી શકાય એવી લાગણી
પ્રેમ એટલે
તને યાદ કરવામાં બીજું બધું ભૂલી જવું
પ્રેમ એટલે
તુજમાં ઈશ્વર જોવાની લાગણી,
ને હરપળ ઈશ્વર પાસે તારી જ માંગણી
પ્રેમ એટલે
રોજ એકલા ઉભા રહી અરીસામાં મારી સાથે તને જોવી
પ્રેમ એટલે
તુજ વિશે લખતાં,
મારું ક્યાંક ખોવાઈ જવું
પ્રેમ એટલે
હજારોની વચ્ચે તને શોધવી
પ્રેમ એટલે
ઘાવ તને લાગે
અને પીડા મને થવી
પ્રેમ એટલે
ખુદ ભીને સુઈ
માનું પુત્રને સૂકે સુવડાવવું
પ્રેમ એટલે
પુત્રના સ્વપ્ન પૂરાં કરવા પિતાનું આખી રાત જાગવું
પ્રેમ એટલે
પ્રિયતમાના વાળની છાંયમાં તડકો પણ મીઠો લાગવો
પ્રેમ એટલે
એનું નામ સાંભળત
મગજનું હેંગ થઇ જવું
પ્રેમ એટલે
ઝરમર વરસાદમાં તારા સાથની ઈચ્છા
પ્રેમ એટલે
દિલની આગનું આંખમાંથી પાણી બની નીકળવું
પ્રેમ એટલે
સ્કૂલમાં તારા આવવાની રાહમાં
તારી ખાલી બેન્ચ પણ જોયે રાખવું
પ્રેમ એટલે
પ્રેમની વ્યાખ્યા કરતા તારું નામ લખાઈ જવું
પ્રેમ એટલે એવો સમુદ્ર
જેમાં ડૂબનાર આ ભવસાગરમાં તરી જાય છે
પ્રેમ એટલે
તને મળવા માટે,
ઝડપથી કામ પૂરું કરવાની ઉતાવળ
પ્રેમ એટલે
અધખુલી બારીમાંથી તારું મને જોવું
પ્રેમ એટલે
તારું નામ લખતાં આખા દિવસનો થાક ઊતરી જવો
પ્રેમ એટલે
કોઈની યાદમાં રાતે ઝબકીને જાગી જવું
પ્રેમ એટલે
રોજ તારું આમ
પાછું વળીને મને જોવું
પ્રેમ એટલે
વગર ચોમાસે મારા ખભા પર તારું ધોધમાર વરસવું
પ્રેમ એટલે
રાતના અંધારે પણ તારી ઝુલ્ફોના છાંયડાની અપેક્ષા
પ્રેમ એટલે
મૃગજળમાં ડૂબવાની કલા
અઢી અક્ષરોમાં લાગણીઓનો મહાસાગર...
પ્રેમ એટલે
તે સ્પર્શેલી વસ્તુને મેં કરેલું વહાલ...
પ્રેમ એટલે
આખો દિવસ તારા મેસેજની રાહ જોવી...
પ્રેમ એટલે....
.......બસ પ્રેમ.....