આજ બીરજ મા હોળી આવી રે
વ્હાલ થી વાસંતી માદકતા મહેકાવી રે
આ કુદરત જાણે કે સોળે શણગાર સજ્યો રે
વાતાવરણ રંગથી ઉમંગ ભર બન્યો રે
અષ્ટમી થી જોને ઉડ્યા રંગ આકાશ રે
કેસુડા ના પાન ને ઝુમ્મર ગોટા પલાશ ના રે
ભર પિચકારી થી છાંટ પાણી ની ધાર રે
બોલે મીઠા મીઠા કોયલ ના ટહુકાર રે
છોરો નંદગાઁવ નો અને બરસાનાની છોરી રે
સંગ મસ્તી મા ખેલે આજ લઠ્ઠમાર હોરી રે
ફાગ ધ્રુપદ રસિયો ને સંગ ડફલી નો તાલ સુણાય રે
નાચી ગાઈ ને મારવાડ આખુ સદંતરે ખોવાય રે
અબીલ ગુલાલ ને કેસર ચંદનની છોળો રે
ખોબે ભરી તાલ તાન મા ઉલાળો રે
યુવા કવિ તો પ્રેમ નો આ તહેવાર ઉજવે રે
એતો જાણે વિવિધ રંગો મા રંગાવે રે