એક વ્યક્તિ એ કહ્યું મને કે તમે તો ચાલી વાળા..
તો મેં વિચાર્યું કે કેવા છે ચાલી વાળા..
આમ તો મહિના બાર ને દિવસો અપાર છે. પણ સાહેબ ચાલી માં તો મોજ ની વખાર છે.
તમે ચાલી જાવ જો એકલા તો રસ્તા બતાવનાર પણ અપાર છે.
ના હોય જો ઘર માં મરચું ને રોટલો તો
આપવા વાળા ની પણ કતાર છે.
થાય થોડી ઘણી જો બબાલ તો બાપુ કોની મજાલ છે
અહીંયા ઘણા કહે છે કે ભણતર માં સવાલ છે
ક્યારેક આવો તો ખબર પડે કેટલા
નોકરી ના પરબીડીયા તૈયાર છે.
બાર તો બસ સવાર ને સાંજ છે.
આવો ચાલી માં તો ખબર પડે કે મોસમ ના કેટલા પ્રકાર છે.
દુઃખી થાવ તો બાજુ વાળા ને તો ક્યાં કાન છે.
ક્યારેક આવો તો ખબર પડે કે દુઃખ માં ચાલી માં દસ હાથ છે.
વર્તન માં કઈ ખાસ વાત છે! તમે તો ઇન્સ્ટા ફેસબૂક ની વાત છે
પણ સાહેબ અહીંયા તો પહેલા પ્રણામ છે..
તો જોયુ ને કે ચાલી માં કેટલું ખાસ છે..