બંધ બારી અંધ ડાળી ..! ☺
ફૂલની એક ડાળીને
કાચની બારી સાથે પ્રેમ થયો .
બારી તો બંધ
ને ડાળી તો અંધ
આ કેવો સમ્બંધ !
રે , પૂછો નહી કેમ થયો.
ફૂલની એક ડાળીને કાચની બારી સાથે પ્રેમ થયો.
કોઈક દિવસ બારી તો ખુલશે એ આશામાં ,
ડાળીતો ઝૂલ્યા કરે સૌરભની ભાષામાં.
ગુનગુનતી ગીત પણ અંતે નિરાશામાં .
ફુલપાન ખરી ગયા , સ્વપ્નો સૌ મરી ગયા ,
ને જીવવાનો વહેમ થયો ,
રે , પૂછો નહી કેમ થયો .
સુરેશ દલાલ ..!