રાધાએ કરગ્રહી આજે કેવી પિચકારી.
કરી યાદ કહાનને ભોળી ગઈ વારીવારી.
એકમાત્ર લક્ષ્ય છે માધવ રાધારાણી,
રંગેરંગવા મનમોહનને રહી ધારીધારી.
નથી રંગ ગુલાલ પણ શ્યામ રંગ ભરી,
શ્યામથી શ્યામને રંગવાના છે ફરીફરી.
ગોતે એ ગોવિંદને ક્યાં આજે સંતાયો?
આખરે મુલાકાતને રંગભીની કરીકરી.
રંગ કૃષ્ણનો ચડ્યો અંગેઅંગ કાયમને,
રંગી ઉરરંગે અંતરે રખેને એ ઠરીઠરી.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '