રહેવાદે, આમ વારંવાર આવીને કુરેદ નઈ ને,
ઘણા કાંટા છે અંદર જુના, નવા ઉમેર નઈ ને.
સળીઓ વીણી વીણી ને માળો કર્યો હતો મેં,
વિખેરી મને આમ રસ્તા પર ચગદાવ નઈ ને.
ઘાર ગુંદી ગુંદીને આંગણું લિંપ્યું છે પોતાનું,
માવઠું વેરી પરવાળમાં કાદવ બનાવ નઈ ને.
સમયનાં પ્રવાહે શાન્ત "જલ" થઈ ગયો છું હું,
અમસ્થો પથ્થર નાખી આમ ડોહળાવ નઈ ને.
:- જલ સાગર