સમય પણ કેવો છે નઈ?
વીતી ગયા પછી જ સમજાય છે.
ને સમજાય જાય ત્યાં સુધી સમય રેહતો નથી,
પણ તે ભૂલ નું શું કરવું?
કારણ કે હવે ભૂલ સિવાય કંઈ છે જ નઈ
ના તો સમય છે,ના તો તે વ્યક્તિ છે,
બસ છે તો માત્ર હું ને મારી ભૂલ....
જાણું છું ,ભૂલ માંથી શીખી આગળ વધી જવું જોવે,
પણ આ વાત તો મગજ સાથે જોડાયેલી રહી...
આ મારા નાદાન દિલ નું શું કરવું મારે?
સમય શિખવાડી તો ઘણું ગયો,
પણ જતા જતા આગળ નો માર્ગ
તો શોધી જવું તું!
-krina