. *તમન્ના*
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
નથી રહી ઘણા બધા કાગળ કમાવવાની તમન્ના,
*ખુશહાલ થાય આ જીવન એટલે બહુ છે*.
નથી રહી ઘણા બધા દોસ્ત બનાવવાની તમન્ના,
*સાથે છે એ બધા સાથ આપે એટલે બહુ છે*.
નથી જોઈતો મારે ખોટા ખોટા લોકોનો સાથ,
*મને સાથ આપવા વાળા ખુશ રહે એટલે બહુ છે*.
નથી રહી કોઈને ખુશી આપવાની તમન્ના,
*મારા લીધે કોઈ રડે નહિ એટલે બહુ છે*.
લોકોની પસંદગી ના બનજો જે સમયે બદલાય જાય,
ભગવાનની પસંદગી થજો ખોટા સમયમાં સાથ આપશે.
નથી રહી કોઈને પ્રેમ આપવાની તમન્ના,
*ભગવાનથી પ્રેમ મળે એટલે બહુ છે*.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD