પહેલા જમાનામાં ઘણા કેમેરા એવા હતા કે તેને ઉંચકીને ગમે ત્યાં સાથે લઇ જવા પડતા હતા..કે જેમાં એક રોલ અંદર નાખવો પડતો હતો..
ને હવે નાના પોકેટ ડિજીટલ કેમેરાનો જમાનો આવ્યો એટલે રોલ વગરના કેમેરા, તેમાં તો જેટલા ફોટા પાડવા હોય એટલા ફોટા પાડી શકાયછે.
ને હવે તો મોબાઈલમાં જ કેમેરા આવવા લાગ્યા જે ઘણા જ હાથ વગા થઇ ગયા હોયછે તેનાથી ગમે ત્યારે ગમે ત્યાં ફોટા તુરંત પાડી શકાયછે આમાં પાછા એડીટ પણ કરવા હોય તો તે પણ કરી ઇઝી શકાય...છે.
કયારેક પાડેલ તે ફોટામાં સનગ્લાસ પહેરાવી શકાય, તો કયારેક તેમાં દાઢી મુછ પણ વધારી શકાયછે. સાથે અલગ અલગ રંગોમાં પણ તેને ઢાડી પણ શકાયછે વગેરે વગેરે...
કયાંક આપણે ફેમીલી સાથે ટુર ઉપર જઇએ છીએ ત્યારે આપણે પોતાનો અથવા બાળકોનો અથવા આખા ફેમીલીનો ફોટો સાથે લઇએ છીએ..ચાલો એ તો સારી વાત છે. કારણકે આપણી પાસે તેની યાદગીરી પણ ભવિષ્ય માટે કાયમ જળવાઇ રહે...
પણ તમને ખબર છે કે આ મોબાઇલવાળા કેમેરાનો કયારેક દુરુઉપીયોગ પણ થતો હોયછે ને લોકો કરતા પણ હોયછે!
હા...ઘણીવાર કોઇ પ્રેમી પોતાની પ્રેમીકાને કયારેક એવી જગ્યાએ લઇ જાયછે કે જયાં તેને માણેલી દરેક પળો તેમજ કરેલી એવી કોઇ ક્રિયાઓ પણ આ કેમેરામાં કેદ પણ કરી દે છે...
અમુકવાર પ્રેમિકાની રાજી ખુશીથી આમ થતું હોયછે તો કયારેક પ્રેમીનો સાથી અથવા તેનો દુશ્મન દુર છુપાઇને પણ આમ ફોટા કે વિડીયો રેકોડીગ કરી દેતો હોય છે.
ને પછી થાય છે પ્રેમીકાને અથવા પ્રેમીને બ્લેકમેલ કરવાનું આસાન કામ...
જો તે કદાચ લગ્ન કરવાની ના પાડે કે કોઇ બીજા પ્રેમી કે પ્રેમીકા સાથે સંબંધ બનાવે ત્યારે તેનો આ જુનો પ્રેમી કે પ્રેમીકા આસાનીથી તેને પોતાની જાળમાં ફસાવી શકે છે...પછી બચવાનો કોઇ જ રસ્તો હોતો નથી..કાંતો
પૈસા માટે, કાંતો લગ્ન કરવા માટે,
અથવા તો ફરી એકવાર નવો સંબંધ બાંધવા માટે..ઘણા બધા અનેક કારણો તે હોય શકે છે.
માટે દરેકે સાવધ રહેવું તે ઘણું જરુરી છે, નહિ તો તમારી જીંદગી આ કારણે ઘણી પાયમાલ થઇ શકે છે.
પછી તમે ના તમારા ઘરના રહેશો કે ના બીજાના ઘરના રહી શકાશે...માટે હમેશાં દરેક સમયે સજાગ રહેવું એજ તમારા માટે જરુરી છે.