Gujarati Quote in Shayri by Umesh Tamse

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ મારી ભીતરે હરખાય છે,
ને પછીથી આંસુ થઇ છલકાય છે.

લાગણીઓ જેમને સમજાય છે,
એ જીવનમાં કો દી ના પસ્તાય છે.

એજ માનવને જીવન સમજાય છે,
જે અહીં દુઃખમાં સદા મલકાય છે.

સુખનો સૂરજ અસ્ત જ્યારે થાય છે,
દોસ્તો ત્યારે જ તો પરખાય છે.

જે જીવનમાં કષ્ટ દે ખુદને સદા,
એજ માનવનો અહીં જય થાય છે.

-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)

Gujarati Shayri by Umesh Tamse : 111113113
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now