હું, તમે ને બધા જ એક દિવસ
ફક્ત અતીત બનીને રહી જઈશું
કરેલા સારા અને ખરાબ કર્મોનું
ફક્ત ગણિત બનીને રહી જઈશું
કટુ શબ્દોથી દૂર રહીને, ફક્ત
મીઠાશ વહેંચીશું જેમના માટે અહીં
તે લોકોના શમણાઓમાં ગુંજતું
મધુર સંગીત બનીને રહી જઈશું
હશે જો કોઈ એવું, જે તમને
તમારા જીવથી પણ વહાલું હોય તો
જેટલા પણ જન્મ મળે, ફક્ત
તેમના જ મિત બનીને રહી જઈશું
સદાચાર, પરોપકાર, ત્યાગ
અને દેશપ્રેમ સાથે જીવીશું આપણે
બનશે જે પરંપરા તેવી સદા માટે
એક રીત બનીને રહી જઈશું
જેને જન્મ મળ્યો છે તેને
મરવું તો પડશે જ એક દિવસ 'સાજન'
જીવીશું સાચી રીતે તો
જીવન-મૃત્યુ વચ્ચે પ્રીત બનીને રહી જઈશું
સાજન... ?