મારા અતીત ની ઉધારી હું હવે પુરી કરું
ચાલ વર્તમાન માં કર્મ ની પૂંજી જમા કરું
છળતી આંખો માં છબી મારી શોધ્યા કરી
ચાલ હ્રદય ના ઊંડાણે આશ ભેગી કરું
નિરાંતની ક્ષણો માં આ ખોળીયા ને ઉતારી
ચાલ ખુદને ઝંઝોડી આતમની માંગણી કરું
આ પ્રશ્નો નો હું ઉતર ક્યારથી શોધ્યા કરું
ચાલ આ સંસાર થી જાત ને અલગ કરું
મારા અતીત ની ઉધારી હું હવે પુરી કરું
નિલ આ ભવ તરે એવી કોઈ રચના કરું.