મન ના અફાટ રણ માં નદી નો ખળખળ ગોતું છું
હૈયા ના શાંત એકાંત માં પક્ષી નો કલરવ ગોતું છું
આ ઘમંડ ના વંટોળ માં જે ઘૂમરાય છે વરસો થી
ખુદની જાત ની મળે ભાળ એ ક્ષણ નિરવ ગોતું છું
દુનિયા ની ચકાચોંદ માં મારું જે ખોવાઈ ગયું છે
મારા એ નિશ્ચલ બચપણ ના હું પગરવ ગોતું છું
મારા આ જીવન નો સૂરજ મધ્યાહને ખરો તપે છે
મળે તૃપ્તિ આ તપીશને એ જળ તા-ઉમર ગોતું છું
લખવા નું તો ઘણુંય છે પણ મન અંતરાય કરે છે
નિલ થાય રચનાઓ ની વર્ષા એ ઝરમર ગોતું છું.