આવુ કેમ છે
હમણાં કશું લખી શકાતું નથી, આવુ કેમ છે,
ખૂદને ક્યારેય મળી શકાતું નથી, આવુ કેમ છે;
હકીકતથી પર નથી કોઈ દુનિયા નવી મનમાં
સ્વપ્નસૃષ્ટિમાં રાચી શકાતું નથી, આવુ કેમ છે;
પ્રયાસ કરું છું લાગણીને શબ્દોમાં ઉતારવાનો,
નથી જાણતો હૈયાની કલમમાં શાહીની ઉણપ કેમ છે;