ચાઇનાનો વિરોધ?
આપણે ચાઇના નો આતંકવાદ, પાકિસ્તાનને સમર્થન આપવા બાબતે, સીમા પર અડોડાઇ કરવા જેવા મુદ્દે વિરોધ કરીએ અને આપણી સરકાર અને રાજનેતાઓ ચાઇનીઝ કંપનીને વિકાસના નામે મોટા પ્રોજેકટ કરવા ભારતમાં એન્ટી આપે આ કેટલુ વ્યાજબી?
ચાઇનાની મોટી સીવીલ એન્જીયરીંગ કંપની ચાઇના સીવીલ ભારતની સીવીલ એન્જીયરીંગ કંપની સાથે મળીને અમદાવાદના મેટ્રો પ્રોજેકટનું કામ કરે છે, તે અહીંથી નફો કમાઇને ચીન જશે અને આપણે ચીની વસ્તુઓનો જોરશોરથી બોયકોટ કરીએ અને ચીની કંપનીઓ ચુપચાપ નફો રળીને જતી રહે છે ?
ટાટા પ્રોજેક્ટ્સ લિ. અને ચાઇના સિવિલ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન મેટ્રોના થલતેજ શરુ થયેલ પ્રોજેકટનું કામ કરી રહ્યા છે. આ જોઇન્ટ વેન્ચર કંપની મેટ્રોનો 7 સ્ટેશન પણ બનાવનાર છે. ટાટા પ્રોજેક્ટ્સ લિ. અને ચાઇના સિવિલ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન ના જોઇન્ટ વેન્ચર કંપનીને 25 જાન્યુઆરી, 2017 ના રોજ ગાંધીનગર અને અમદાવાદ (મેગા) મેટ્રો-લિંક એક્સપ્રેસ માટે 721 કરોડનો કરાર કર્યો છે.
જેઓને આ પોસ્ટ પર શંકા હોય તેમણે મેટ્રો પ્રોજેકટ સાથે સંકળાયેલ જવાબદારોને મળવું અથવા થલતેજ થી શરુ થયેલ મેટ્રોના કામગીરીના રસ્તામાં ડાયવર્જનના બોર્ડ પર પણ બંને કંપનીના નામ લખેલ જોવા મળશે. નીચે મીડીયા રીપોર્ટ પર જઇને પણ વાંચી શકાશે ?
https://themetrorailguy.com/2017/11/08/tpl-ccecc-jv-casts-1st-pier-for-ahmedabad-metros-reach-2/