આક્રોશ???
નિયતી મારી લખે કેમ,
તારી કલમ ને તોડી નાખી મેં.
હું એવી સખત બની લોઢા સમી,
લોઢા કેરો કાટ મને સડાવતો રહ્યો.
એક સમયે લબ્સ હતી,પ્રેમ તારા પાગલ,
તુ મળ્યો ત્યારે લબ્સ તુજ થી ઝુકાવી નેણ બદલી રસ્તો.
મારી તમન્ના હતી ,તુજ સંગ પ્રિત માં રંગાવાની,
તુ તારા કપટ થી લબ્સ ને રંગી ગયો સદાય ને.
હવે નથી રહ્યો ભરોસો પ્રેમ ને મૌહોબ્બ્ત પર,
આ લબ્સ કામદેવ ને સાથે કલહ રચી બેઠી.
મુસીબતો ના હળાહળ ને ગળે ઉતારી,
સપનાં ને ઇચ્છા ને આ ઘાયલ લબ્સ ,
નફરત ની આગ માં બાળતી રહી.
આ લબ્સ તને પાગલ માફક શોધતી રહી,તું રડાવતો ગયો તેને,ફુલો ની સોડમ ને ચંદ્ર થકી ઝંખતી રહી........
દિલ માં કંઇ હોઠ પર કંઈ,પ્રેમ ની તો ખાલી વાતો જ કરતો રહ્યો,ખેલ મજાના એવા કર્યા કે પ્રેમ ની હકીકત બતાવતો ગયો,તે દંભી ખુદ ને ગઝલ નો શેર બતાવી ગયો........
શૈમી ઓઝા "લબ્સ"