Gujarati Quote in Shayri by Vishal

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આમ તો સુરજ ઉગવાથી દુનિયા ની સવાર પડે છે....
પણ સાંભળી ને તારો અવાજ મને મારી સવાર જડે છે...
                                           
રાત્રી માં રોજ ઉગતા ચંદ્ર ને પણ કોઈ દિવસ અમાસ નડે છે..
રોજ સવારે દિલ ને મારા ખિલખિલાટ હસવાનું કારણ મળે છે..

રોજ અહેસાસ કરું છું ,કે કાલ થી વધારે દૂર તું મને જડે છે..
ઉગતી રોજ નવી સવાર માં આ અહેસાસ દિલ માં  અડે છે....

દબાયેલી લાગણીઓ માં તારું ને મારુ બેય નું દિલ બળે છે...
આપણી મૈત્રી માં કોઈની નજર લાગયાનું કારણ મળે છે...

શ્રાવણ માં ધરતી ને મહેકાવા , ઝરમર-ઝરમર વરસાદ પડે છે...
આ મૈત્રી નો સાગર , લાગણી ના એક ટીપા માટે પણ તડપે છે...

મુજ સંગ તારું એ ખિલખિલાટ હસવું , હૈયા માં મારા વસે છે..
મારી સવાર સાંજ અને રાત માં બસ તું અને તું જ વસે છે....

                                                             -Vish....

Gujarati Shayri by Vishal : 111105551
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now